તમારા કાર્ડની જાણકારીને સલામત
રાખવા માટેની કેટલીક ટિપ્સ
- બૅન્ક દ્વારા મોકલવામાં આવેલા ઍલર્ટ્સ પર ધ્યાન આપો, જેમ કે ટ્રાન્ઝેક્શન ઍલર્ટ, સરનામું/મોબાઇલ નંબરમાં પરિવર્તનો વગેરે અને જો કોઇ વિસંગતી હોય તો એની બૅન્કને જાણ કરો.
- બૅન્કને આપવામાં આવેલા સરનામા અને મોબાઇલ નંબરમાં જો કોઇ ફેરફાર હોય તો તરત જ બૅન્કને એની જાણ કરો.
- તમારા પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર (પિન)ને યાદ રાખો, એને નિયમિતપણે બદલતાં રહો અને પિન નંબર સાથેના કોઇ ફિઝિકલ દસ્તાવેજો હોય તો એનો નાશ કરો.
- મર્ચન્ટ આઉટલેટ ખાતે ટ્રાન્ઝેક્શન પતી ગયા પછી તપાસી લો કે તમને તમારું ક્રેડિટ/ડેબિટ કાર્ડ પરત કરવામાં આવ્યું છે એ તમારું જ છે.
- મર્ચન્ટ આઉટલેટ ખાતે તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડને તમારી હાજરીમાં જ સ્વાઇપ થાય એનો આગ્રહ રાખો.
- રકમને તપાસવા માટે ટ્રાન્ઝેક્શન થઇ ગયા પછી તમારા ટ્રાન્ઝેક્શન નોટિફિકેશન મસેજને તપાસો.
- પીઓએસ મશીનો અને એટીએમમાં એન્ટર કરતી વખતે ક્રેડિટ/ડેબિટ કાર્ડનો પિન કોઇને નજરે પડતો નથી એની ખાતરી કરી લો.
- તમારું ક્રેડિટ/ડેબિટ કાર્ડ જો ગુમ થાય અથવા તમે ભૂલથી કોઇ સાથે તમારી વિગતોની આપલે કરી હોય તો તરત જ બૅન્કનો સંપર્ક કરો.
- બૅન્કનો કસ્ટમર કેર નંબર હાથવગો રાખો, જેથી જો તમને કોઇ સહાયતા જોઇતી હોય/કટોકટી હોય/કાર્ડ ગુમ થાય /ટ્રાન્ઝેક્શનમાં કોઇ વિવાદ હોય તો તમે તરત જ કૉલ કરી શકો.
- બનાવટી મૅસેજીસ / કૉલ્સ / ઇમેલ્સથી સાવધ રહો અને આવા કોઇ પણ વિનિમયને તમારી વિગતો સાથે કદાપિ પ્રતિસાદ ના આપો.
- તમારું ક્રેડિટ / ડેબિટ કાર્ડ કોઇના પણ હાથમાં ના આપો. એ ઇન્ડસઇન્ડ બેન્કનો પ્રતિનિધિ હોવાનો દાવો કરે તો પણ નહીં.
- કોઈની પણ સામે તમારો પિન/ઓટીપી/સીવીવી/ વીબીવી/માસ્ટર સીક્યૉર પાસવર્ડ જાહેર ના કરો. બૅન્ક અથવા કોઇ અન્ય સરકારી સંસ્થા તમને આ માહિતી નહીં પૂછે.
- જાહેર સ્થળોમાં, અસુરક્ષિત વાઇ-ફાઇ નેટવર્કોનો ઉપયોગ કરીને તમારા કાર્ડ/ઍકાઉન્ટને ઍક્સેસ ના કરશો અથવા આવાં નેટવર્કો પર ઓનલાઇન ખરીદી ના કરશો.
- એટીએમ પર કોઇ અજાણી વ્યક્તિની મદદ ના લેશો, એ તમને સ્વેચ્છાએ મદદ કરવાની ઑફર કરે તો પણ નહીં.